સાદીયા જગદીશભાઇ ગોકળભાઇ

કડીયાવાડ, દુબડીરોડ, રામદેવ મંદિર 

સામે, જૂનાગઢ - 362001

તા-

પ્રતિ શ્રી.


    વિષય - રોહા હાઉસિંગ ફાઇનાન્સ પ્રા.લી મોતીબાગ રોડ એ મારા ઉપર કરેલી છેતરપીંડી બાબતે.

            

                સઃ વિનય સાથ જણાવવાનું કે અમોએ ઉપરોક્ત રોહા હાઉસિંગ ફાઇનાન્સ પ્રા. લી માં લગભગ ત્રણ મહિના પહેલા એડવોકેટ ખેસવાણી જયેશભાઇ વાઘ ના કહેવા મુજબ ઉપરોકત ફાઇનાન્સ પ્રતિનિધિ શ્રી ખટારીયા દિપકભાઈ એમ ને લોન અરજી કરેલ જેથી દિપકભાઈ એ માંગ્યા મુજબ ડોક્યુમેન્ટ આપ્યા તેમજ લોગિગ ફી રુપિયા 3500-00આપેલ.

                થોડા સમય બાદ ફરી દીપકભાઈ નો ફોન આવ્યો તેણે કહ્યું કે તમારી લોન પાસ થઇ ગઈ છે. તમો ઓફિસ આવો રજીસ્ટ્રેશન કરવાનું છે. તો રજીસ્ટ્રેશન દસ્તાવેજ માટે રૂપિયા 5500-00 લેતા આવજો અને આઠ (8) કોરા ચેક પણ લેતા આવજો. જે અમો લઈને બંન્ને પતિ પત્ની ગયા દીપકભાઈ ચેક ને રોકડ રકમ રૂપિયા 5500-00 આપ્યા અને ફોર્મ અને અન્ય કાગડ઼ો અને ફોર્મ ની વિગત અમો ને વાંચવા કે વાંચી ને સંભળાવેલ નથી.

                આમ કોરા સહી કરેલા આઠ ચેક અને રૂપિયા 3500-00+5500-00 લઇ લીધેલ છે જેની કોઈ પહોંચ કે રસીદ અમો ને આપેલ નથી.

                ત્યારબાદ તા-24-01-2023 ના બપોર ના ફરી દીપકભાઈ નો ફોન આવ્યો તેણે કહ્યું કે તમારા કાગળો માં તમારા મકાન નું પેઢી નામું ઘટે છે વહેલી તકે રજુ કરી ને તમારો ચેક લઇ જાવ અને તમારા ખાતામાં હફ્તા ની રકમ જમા રાખજો. ના હોય ખાતા માં તો જમા કરાવી દેજો તા-11-02-2023 ના 8647-00 નો હાંફતો તમારા ખાતા માંથી ઉપડશે. 

                ત્યારે મેં કહ્યું કે સાહેબ ચેક મળેલ નથી કે કોઈ રકમ મળેલ નથી તો હફતો કેમ આવ્યો અને કેમ ભરું ત્યાંરે તેણે જવાબમાં કહ્યું કે અત્યારે ભરી દયો તમને હફતો બાદ મળવાનો જ છેને. 

                 મેં કહ્યું કે મારી પાસે પૈસા નથી અને મારે હવે લોન જોઈતી નથી. તો તેમણે કહ્યું કે તમારે વ્યાજ અને અન્ય ચાર્જ સાથે બધુંજ ભરવું પડશે.

                ત્યાર બાદ તા-09-02-2023 ના મારા ફોન ઉપર મેસેજ આવ્યો કે તા-14-11-2023 ના ખાતા નં- 5008786 નો હફતો રૂપિયા-8647-00 છે આપના ખાતા માં પૂરતી રકમ જમા રાખશે (એન. એ .સી. એચ.) ચેક બાઉન્સ થતા ચાર્જ લાગુ થશે અને ડિફોલ્ટ થતા સિબિલ બ્યુરો ને જાણ કરવા માં આવશે 

                મારા ખાતા માં પૂરતી રકમ ન હોવાથી. હફતો તા-11-02-2023 નો બાઉન્સ થયેલ છે અને મારા ખાતા માં પડેલ મિનિમમ બેલેન્સ માંથી રૂપિયા 295-00 કપાયેલ છે તેઓએ મને વ્યાજ, ચાર્જ, હફતો, મુદ્દત, અને વિમો વગેરે ની માહિતી આપેલ નથી. 

                માન્ય સાહેબ જે રકમ મને મળેલ નથી અને જોઈતી નથી તો અન્ય ચાર્જ કારણ વગર ના ભોગવવા પળે છે. 

                જો તેઓ ને કહેતા મોબાઈલ ઉપર મને ચેક ની ફોટો તેમજ સેસન્સ લેટર નો ફોટો મોકલેલ છે. તેમજ આજરોજ તા-13-02-23 ના મારુતિ કુરિયર મારફતે કાગળો મળે છે. જે તમામ ની ક્ષેરોક્ષ આ સાથે જોડેલ છે. આ રીતે મારી સાથે છેતર પીંડી થયેલ છે તો આ બાબત દયાન લઇ મને ન્યાય અપાવવા નમ્ર અરજ છે 


બસ એજ...

Baca juga

Post a Comment

Search This Blog